પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાબા આંબેડકરના જન્મસ્થળ મહુમાં "ગ્રામ ઉદય સે ભારત ઉદય" ની શરૂઆત કરશે

ગુરુવાર, 14 એપ્રિલ 2016 (11:16 IST)
રાષ્ટ્ર સંવિધાન નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને આજે તેમને જયંતી પર કેટલાક નવા સરકારી કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ડો. આંબેડકરના 125મી જયંતી વર્ષના સમાપન પર ત્મના જન્મસ્થળ મહુ (મધ્યપ્રદેશ)માં વિશેષ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી "ગ્રામ ઉદય સે ભારત ઉદય" કાર્યક્રમની શરૂઆત કરશે. રાજધાનીમાં એક સમારંભમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ મંડી ઈ. પોર્ટલનુ લોકાર્પણ કરશે. 
 
સંસદ ભવનના ચોકમાં સવારે ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતા અને વિવિધ ક્ષેત્રોના ગણમાન્ય લોકો બાબાસાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ આપશે. રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબનુ યોગદાન ખાસ કરીને સંવિધાનનુ સ્વરૂપ તૈયાર કરવામાં તેમનુ યોગદાનની સ્મૃતિમાં આખા દેશમાં સમારંભ અને કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. 
 
 ડો. આંબેડકરનો જન્મદિવસ અખા દેશમાં આજે સામાજીક સદ્દભાવના દિવસના રૂપમાં ઉજવાશે. ગ્રામ પંચાયતોમાં બાબા સાહેબની તસ્વીર પર માળા અર્પણ કરાશે તેમજ તેમના જીવન અને કાર્યો વિશે સાહિત્ય વિતરિત કરવામાં આવશે. 

વેબદુનિયા પર વાંચો