પ્રચારનો અંતઃશનિવાર પર નજર

વેબ દુનિયા

સોમવાર, 11 મે 2009 (19:47 IST)
ચુંટણીનાં અંતિમ ચરણમાં 9 રાજ્યો-કેન્દ્રશાસિત રાજ્યોની 86 બેઠકો માટે યોજાનારા મતદાનનો પ્રચાર સોમવારે સાંજે પુર્ણ થઈ ગયો. જેમાં ચિદમ્બરમ, વિનોદ ખન્ના, મમતા બેનર્જી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી સહિત રાજકીય દિગ્ગજોનાં રાજકીય ભાવિનો ભેંસલો 13 મેનાં રોજ મતદાન દરમિયાન નક્કી થશે.

આ તબક્કામાં હિમાચલ પ્રદેશની 4, જમ્મુ કાશ્મીરની 2, પંજાબની 9, તામિલનાડુની 39, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાલની 11, ઉત્તરાખંડની 5, ચંડીગઢ અને પોંડિચેરીની 1-1 બેઠકો માટે બુધવારે મતદાન યોજાશે.

આ ચરણમાં ચિદમ્બરમ, વિનોદ ખન્ના, મમતા બેનર્જી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી, અઝરૂદ્દીન, નવજોતસિંહ સિદ્ધુ સહિતનાં દિગ્ગજોનાં ભાગ્યનો ફેંસલો થશે. જો કે બધા રાજકીય પંડિતોની નજર પીલીભીત પર ટકેલી છે. જ્યાંથી ભાજપનાં સ્ટાર પ્રચારક વરૂણ ગાંધી ચુંટણી લડી રહ્યાં છે.

તો પ્રચારનાં અંતે રાજકીય નેતાનો જામવડો પંજાબમાં જોવા મળ્યો હતો. વડાપ્રધાન મનમોહનસિંહ અને રાહુલ ગાંધી પંજાબમાં પ્રચાર કર્યો હતો. તો અડવાણીએ અમૃતસર ખાતે રેલીને સંબોધિત કરી હતી. આ સાથે શત્રુધ્નસિંહા અને નરેન્દ્ર મોદી પણ પંજાબમાં સભાને સંબોધી હતી.

જો કે બધા રાજકીય પક્ષોની નજર 16 મેનાં રોજ યોજાનારા પરિણામ પર ટકેલી છે. ત્યારે જ રાજકીય જોડતોડ કરવામાં આવશે. આ સાથે 543 બેઠકો માટે પ્રથમ ચરણમાં 124, બીજા ચરણમાં 141, ત્રીજા ચરણમાં 107, ચોથા ચરણમાં 85 અને પાંચમા ચરણમાં 85 બેઠકો માટે મતદાન યોજાયું હતુ.ં

વેબદુનિયા પર વાંચો