પોતાના ઉત્તરાધિકારીની પસંદગી માટે મોદીએ બોલાવી ધારાસભ્યોની બેઠક

મંગળવાર, 13 મે 2014 (13:25 IST)
લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આરામ કરવાના મૂડમાં નથી હવે એકઝીટ પોલના તારણોએ પણ તેમને દિલ્હીની ગાદી મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી દીધી છે. આ સંભાવનાઓ વચ્ચે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રી પદ સોંપવાની તૈયારીઓ તેજ કરી દેધી છે જેને લઈને આજે મોદીએ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 
 
જો નરેન્દ્ર મોદી પીએમ બનશે તો ગુજરાતની સીએમ કોણ 
 
મળતી માહિતી મુજબ સીએમ પદની દોડમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલનું નામ સૌથી આગળ છે. ત્યારબાદ ભઈખુભાઈ દલસાણિયાનું નામ પણ ચર્ચામાં છે. જોકે ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત લોકસભા ચૂંટણી પરિણામ બાદ જ થાય તે સ્વભાવિક છે. 
 
જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે ભાજપનું નેતૃત્વ તેમને કહે છે કે તેઓ જાતે પ્રભાર લેવા ઈચ્છુક છે તો તેમણે કહ્યું કે મારી પાર્ટી જે જવાબદારી આપશે,તેમનું પાલન કરવા હું તૈયાર છું. 
 
નરેન્દ્ર મોદી પીએમ બનવા માટે જરૂર પડે તો ટેકો લેશે 
 
ઉલ્લેખનીય છેકે ગત રોજ લોકસભા ચૂંટણી માટે અંતિમ તબ્બકાનું મતદાન દેશના ત્રણ રાજ્યો પર બાકી રહેલી 41 બેઠકો પર યોજાઈ રહ્યું હતું. તો બીજી તરફ ગુજરાતમાં ચર્ચાઓ તેજ બન ગઈ હતી કે જો દેશના પીએમ મોદી બનશે તો ગુજરાતના નવા સીએમ કોણ હશે. દિવસ દરમ્યાન ગાંધીનગરમાં અનેક નેતાઓઅની આવન જાવન રહી. જેમાં છત્તીસગઢના સીએમ રમણસિંહન ઈ મોદી સાથેની બેઠકમાં ગુપ્ત ચર્ચા કેન્દ્ર સ્થાને રહી. તો બીજી તરફ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને સાડા ચાર વાગ્યાના આસપાસ ગુજરાત ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ. જેમાં નવા સીએમ તેમજ નવા મંત્રીઓ સંદર્ભે ચર્ચા થઈ હોય તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ગત રોજ મોદીના નિવાસ સ્થાને કેવી ચહલ પહલ રહેવા પામી.    

વેબદુનિયા પર વાંચો