પાક સામે સૈન્ય કાર્યવાહી થાય

વાર્તા

સોમવાર, 29 ડિસેમ્બર 2008 (17:23 IST)
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, ભારતને આતંકવાદને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધ લગાવવાની સાથોસાથ વિવિધ દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રાહબરીમાં સૈન્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

રાજનાથસિંહે મુંબઇમાં ગત 26મી નવેમ્બરે થયેલા આતંકી હુમલાના શહીદ જવાનોની સ્મૃતિમાં અહીના પશ્વિમ ઉપનગર ગોરેગાંવમાં તૈયાર કરાયેલા શહીદ સ્મૃતિ ક્રિડાગણના લોકાપર્ણ બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન વિરૂધ્ધ સરકારે માત્ર નિવેદનબાજી કરવાથી નહીં ચાલે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મનમોહસિંહે પરમાણુ કરાર બાદ અમેરિકાને ભારતના એક સારા મિત્ર તરીકે ગણાવ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે તે અમેરિકાને રાજી કરે.

વેબદુનિયા પર વાંચો