પાક. સઈદને સોંપી દે અને એક કરોડ રૂપિયા લઈ જાય - ભારત

મંગળવાર, 29 મે 2012 (10:57 IST)
P.R
26/11ના કાવતરાખોર હાફિઝ સઇદ પર રૂ.એક કરોડનું અમેરિકી ડોલરનું ઇનામ ગત સપ્તાહે ઇસ્લામાબાદમાં ગૃહ સચિવ આર.કે.સિંહ અને પત્રકારો વચ્ચે રસપ્રદ સવાલ-જવાબનો વિષય બની ગયો હતો.

ગૃહ સચિવ સ્તરની બે દિવસીય વાતચીત બાદ એક પાકિસ્તાની પત્રકારે ગૃહ સચિવ સિંહને આ સવાલ દ્વારા ઘેરવાની કોશિશ કરી હતી. તેણે પૂછ્યું કે, શું ભારત સઇદને દોષિત સાબિત કરવાના પુરાવા આપનારને અમેરિકા દ્વારા જાહેર કરાયેલું એક કરોડ ડોલરનું ઇનામ પોતાના ખિસ્સામાંથી આપશે?

ગૃહ સચિવે આ સવાલના જવાબમાં કહ્યું કે, જો તેઓ ભારતને સઇદ સોંપી દે તો ભારત આમ કરવામાં ભારે ખુશી અનુભવશે.

નોંધનીય છે કે, ભારતે હાફિઝ સઇદ વિરુદ્ધ પાકિસ્તાનને તાજા પુરાવા આપવાની સાથે તેને મુંબઇ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર સઇદ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

વેબદુનિયા પર વાંચો