પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારે પિતા-પુત્રનો લીધો ભોગ, LoC પર મળી 50 મીટર લાંબી સુરંગ

શનિવાર, 23 ઑગસ્ટ 2014 (10:12 IST)
પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર તોડવાની પ્રક્રિયા ચાલુ છે.  ગઈરાત્રે 1 વાગ્યાથી આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં થોડી થોડી વારે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. પાકિસ્તાન રેંજર્સ આંતરરાષ્ટ્રીય સીમા પર ફાયરિંગ કરવા ઉપરાંત મોર્ટાર પણ છોડી રહ્યા છે.  બીએસએફની 22 ચૌકીઓ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થવાના સમાચાર છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલ ફાયલ્રિંગમાં પિતા-પુત્રનુ મોત થઈ ગયુ છે.  ફાયરિંગને કારણે બીએસએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના એક એક જવાન સહિત 5 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના પાલનવાલા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે 50 મીટરની સુરંગ જોવા મળી છે. સુરંગ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની પાસે છે. સુરક્ષા બળોએ આશંકા જાહેર કરી છે કે પાકિસ્તાન આ સુરંગનો ઉપયોગ હથિયારોની તસ્કરી માટે કરતુ હતુ. 
 
સામાન્ય જનતાને નિશાન બનાવ્યા 
 
છેલ્લા કેટલાક મહિનાથી સતત સીઝફાયર તોડી રહેલ પાકિસ્તાને હવે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવા શરૂ કરી દીધા છે. જોકે લાંબા સમય બાદ પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારમાં સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યો છે. સીમા સાથે જોડાયેલ વિસ્તારોના અનેક પરિવાર પલાયન કરવા મજબૂર થઈ ગયા છે. 

વેબદુનિયા પર વાંચો