પશ્ચિમ બંગાળમાં નક્સલી હુમલો, ત્રણ મર્યા

ભાષા

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2010 (12:35 IST)
એક તરફ નક્સલી નેતા સરકાર સામે 72 દિવસના સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ કરી રહ્યાં છે તો બીજી તરફ હુમલો કરવથી પાછળ પણ હટી રહ્યાં નથી. સંઘર્ષ વિરામની જાહેરાતના અમુક કલાકો બાદ જ નક્સલીઓએ પશ્વિમ મિદનાપુર જિલ્લાના કાંટાપહાડી પર સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરી દીધો. આ હુમલો સોમવારે મોડી રાત્રે થયો. કાંટાપહાડી નક્સલીઓનો ગઢ છે. આ હુમલામાં ત્રણ નક્સલીઓ મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર છે.

આ વિસ્તારના પોલીસ અધિક્ષક એસપી વર્માએ જણાવ્યું કે, નક્સલીઓની સમર્થક કમિટી ઓગસ્ટ પોલીસ એટ્રોસિટીજના કાર્યકર્તાઓએ સીઆરપીએફના કેમ્પ નજીક એકત્ર થયાં અને બાદમાં ગોળીબાર કરવા લાગ્યાં.

નક્સલી નેતા કિશનજીએ સોમવારે રાત્રે સરકાર સમક્ષ સશર્ત સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર જો 72 દિવસ સુધી નક્સલ વિરોધી અભિયાન રોકી દેશે તો તે પણ હિંસા બંધ કરવા માટે તૈયાર છે. તેમણે બુદ્ધિજીવીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓથી વાતચીતમાં મધ્યસ્થના રૂપમાં શામેલ થવાનો અનુરોધ કર્યો.

વેબદુનિયા પર વાંચો