પર્યટકો માટે ગોવા સુરક્ષિત

ભાષા

ગુરુવાર, 10 જુલાઈ 2008 (18:27 IST)
લંડન. બ્રિટિશ કિશોરી સ્કાટરલેટ કિલિંગની હત્યાથી ગોવાની છાપ ખરાબ થવા છતાં પણ અહીંયાના ટુર ઓપરેટરોનું માનવું છે કે ગોવા એક સુરક્ષિત સ્થળ છે અને પર્યટકોને બુકિંગમાં પણ કોઈ જ તકલીફ નથી થઈ.

ઉદ્યોગ જગત વિશે પ્રકાશિત થનારી એક પ્રમુખ સાપ્તાહિક ટ્રાવેલ વીકલી અનુસાર કિલિંગનું મૃત્યું અને ગોવાની અંદર રજાઓ ગાળવા માટે આવેલ બ્રિટિશ મહિલા પાસેથી ધન પડાવવાના સમાચારથી અસર પડી છે. આ છતાં પણ ટુર ઓપરેટરોનો ગોવા પર વિશ્વાસ કાયમ છે.

એક પ્રમુખ ટુર ઓપરેટર સોમાકના મુખ્ય કાર્યકારી અશ સોફાતે જણાવ્યું કે ગોવા જવું તે એકદમ સુરક્ષીત જ છે. પર્યટકોએ થોડુક સજાગ રહેવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો