નિર્દોષ મુસ્લિમ યુવકોને ખોટી રીતે કસ્ટડીમાં લેશો નહી-શિંદે

સોમવાર, 30 સપ્ટેમ્બર 2013 (18:17 IST)
P.R
કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ સોમવારે બધા મુખ્યમંત્રીઓને એ કાળજી રાખવા કહ્યુ કે કોઈપણ નિર્દોષ મુસ્લિમ યુવક આતંકના નામે ખોટી રીતે ધરપકડ થાય નહી.

મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે કાનૂન સાથે સંકળાયેલ એજન્સીઓ દ્વારા નિર્દોષ મુસ્લિમ યુવાનોને આરોપ મુજબ યાતનાઓ આપવા અંગે કેન્દ્ર સરકારને અલગ-અલગ પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તેમણે લખ્યું છે કે થોડા અલ્પસંખ્યક યુવાનોને લાગી રહ્યું છે કે તેઓ ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેઓને તેમના મુળભૂત અધિકારોથી વંચિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર દરેક ક્ષેત્રે આતંકવાદથી લડવાના પોતાના મુખ્ય સિદ્ધાંત માટે કટિબદ્ધ છે. તેમણે મુખ્યમંત્રીઓને પત્રમાં લખ્યું છે કે સરકારે એ નક્કી કરવાનું છે કે કોઇપણ બેકસૂર વ્યક્તિ બિનજરૂરી પરેશાન ન થાય.

વેબદુનિયા પર વાંચો