નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ અલ્હાબાદ કુંભમા

મંગળવાર, 12 ફેબ્રુઆરી 2013 (10:25 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ શાહી સ્નાન કરવા માટે અલ્હાબાદમાં ચાલી રહેલ કુંભ મેળામાં જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના નિકટના કેટલાક હિન્દુ સંગઠન કુંભ મેળામાં પ્રધાનમંત્રી પદ માટે મોદીની ઉમેદવારી પર ચર્ચા કરી શકે છે.

મોદીની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે કે તેમનુ સમર્થન અને વિરોધમાં ઘણા સંત છે અને તેમને પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરવાની માંગ જોરશોરથી થઈ રહી છે. તાજેતરમાં જ ધર્મ સંસદમાંપણ કેટલાક સંતોએ તેમનુ સમર્થન કર્યુ હતુ.

વિહિપ નેતા અશોક સિંઘલ પહેલા જ આ કહી ચુક્યા છે કે મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.

ભાજપા પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ સાધુઓને આ અંગે ચર્ચા કરવા માટેના મુદ્દા પર કહ્યુ હતુ કે જો પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ પર સંત ચર્ચા નહી કરે તો શુ હાફિઝ સઈદ કરશે.

મોદીની ઉમેદવારીને લઈને એનડીએના જદયૂ જેવા ઘટક પરેશાન છે અને ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહને પાર્ટીના લોકોને આ વિશે ચૂપ રહેવાનુ કહેવુ પડ્યુ છે.

વેબદુનિયા પર વાંચો