નરેન્દ્ર મોદીને 'ખૂની પંજા' ટિપ્પણી બદલ ચૂંટણી પંચની નોટિસ

ગુરુવાર, 14 નવેમ્બર 2013 (10:27 IST)
:
P.R
ચૂંટણી પંચે 'ખૂની પંજા' ટિપ્પણી પર ચૂંટણે4એ આચાર સંહિત ભંગના મામલે નરેન્દ્ર મોદીને નોટિસ મોકલી છે. ચૂંટ્ણી પંચે મોદીને 16 નવેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી એ સ્પષ્ટ કરવા કહ્યુ કે ચૂંટણી આચાર સંહિતા ભંગ બાબતે તેમના પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બરે છત્તીસગઢમાં એક રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસનાં ચૂંટણી ચિન્હને ‘ખૂની પંજો’ ગણાવ્યુ હતુ. કોંગ્રેસે મોદીનાં આ સંબોંધનને આચાર સંહિતાનો ભંગ ગણાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જે અગેં ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીને નોટિસ આપી છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આઇએસઆઇ અંગેનાં નિવેદન બાબતે ચૂંટણી પંચે કહ્યુ કે તેઓ રાહુલનાં જવાબથી સંતુષ્ઠ નથી. અને રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. સાથે જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આવા નિવેદનથી બચવાની સલાહ આપી છે.

વેબદુનિયા પર વાંચો