ધર્માંતરણ વિરોધી કાયદો બનાવીશું-નાયડુ

ભાષા

શુક્રવાર, 3 ઑક્ટોબર 2008 (11:56 IST)
ભાજપ સત્તા પર આવશે તો તે ધર્માતરણ વિરોધી કાયદો બનાવશે. ભાજપનાં વરિષ્ઠ નેતા વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી તો આ અંગે જરૂરથી વિચાર કરશે.

ભાજપનાં નેતા હરિજન સામયિકનાં લેખને ટાકીને જણાવ્યું હતું કે ગાંધીજીએ જણાવ્યું હતું કે જો તે સત્તા પર હોત તો ધર્માતરણને રોકવા જરૂર કાયદો બનાવતો. હિન્દુ ઘરોમાં મિશનરી ચલણને કારણે પરિવારની તબાહી થાય છે. તેમજ ભાષા અને ખાનપાનમાં પણ ફેરફાર થાય છે.

ભારત અમેરિકા ન્યુક ડીલ અંગે તેમણે જણાવ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો તેની સમીક્ષા કરશે. અને દેશની સંપ્રભુતા અને સ્વતંત્રતાની કિંમત પર કોઈ સમજૂતિ કરશે નહીં.

વેબદુનિયા પર વાંચો