દેશમાં બે વર્ષમાં 845 પોલિયોનાં કેસ

વાર્તા

શુક્રવાર, 31 ઑગસ્ટ 2007 (19:46 IST)
નવી દિલ્‍હી (વાર્તા) આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર દેશમાં પોલિયો નાબુદિ અભિયાન ચાલી રહ્યું છે છતાં ગત બે વર્ષમાં પોલિયોનાં 845 કેસ પ્રકાશમાં આવ્યા છે.

આરોગ્ય રાજ્યમંત્રી પાનાબાકા લક્ષ્‍મીએ રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપતા જણાવ્યું કે, ગત બે વર્ષમાં પોલિયો પી.એક/પી.ત્રણ વિષાણુથી પીડિત બાળકોની સંખ્યા 845 છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2006માં પી..એક વિષાણુ રોગિની સંખ્યા 648 તથા વર્ષ 2007માં 48 છે જ્યારે પી..ત્રણ વિષાણુ રોગિઓની વર્ષ 2006માં 28 હતી જે વધીને વર્ષ 2007માં 121ની થઇ છે.

તેમણે કહ્યું કે આ આંકડા 25 ઓગસ્‍ટ 2007સુધીનાં છે.

વેબદુનિયા પર વાંચો