દિલ્હી ગેંગરેપ પર ચર્ચા પુર્ણ, શુક્રવારે 2:30 આવશે નિર્ણય

બુધવાર, 11 સપ્ટેમ્બર 2013 (14:52 IST)
P.R
.

દિલ્હી ગેંગરેપના ચારેય દોષીઓની સજા પર સાકેટ કોર્ટમાં ચર્ચા પુર્ણ થઈ ચુકી છે. જજે બંને પક્ષોની ચર્ચા સાંભળ્યા પછી નિર્ણય શુક્રવાર સુધી સુરક્ષિત રાખી લીધો છે. ચારેય કાલે કોર્ટે રેપ, હત્યા, ષડયંત્ર સહિત 13 ધારાઓમાં દોષી સાબિત કર્યા હતા. પોલીસે આજે ચારેય દોષીઓ વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને અક્ષય ઠાકુર માટે ફાંસીની સજાની માંગ કરી છે, શુ શુ થયુ સુનાવણી દરમિયાન વાંચો..
- સજા પર નિર્ણય શુક્રવાર સુધી સુરક્ષિત
- બચાવ પક્ષ તરફથી સજા પર ચર્ચા પુર્ણ
- મુકેશે જે નથી કર્યુ, તેની સજા ન આપવામાં આવે તે ફક્ત બસ ચલાવી રહ્યો હતો -મુકેશનો વકીલ
- પવન ગુપ્તાની ઓછી વય અને સામાજીક પુષ્ઠભૂમિને જોવામાં આવે. તેને મોતની સજા ન આપવામાં આવે. ઓછી વય અને અભણ પવન દારૂના નશામાં હતો - પવનનો વકીલ
- પવનને મૃત્યુદંડને બદલ આજીવન કેદની સજા આપવી જોઈએ. પવન માત્ર 19 વર્ષનો છે અને તેને સુધરવાની તક મળવી જોઈએ. - પવનનો વકીલ
- પવન બસમાં સવાર હોઈ શકે છે પણ તેનો મતલબ એ નથી કે તેણે બધા અપરાધ કર્યા - પવનનો વકીલ
- મોતની સજા મૂળભૂત અધિકારોનું હનન છે - બચાવ પક્ષના વકીલ
- અપરાધ અચાનક થયો, પહેલાથી યોજના નથી બનાવાઈ - બચાવ પક્ષના વકીલ
- દોષીઓની ઓછી વયને જોતા તેમની સાથે નરમાઈ વર્તવામાં આવે. આવા કેસમાં અત્યાર સુધી ઉંમરકેદ આપવમાં આવે છે. ફાંસીની સજા અપવાદ છે - બચાવ પક્ષના વકીલ
- શિંદેના ફાંસીની આશાવાળા નિવેદન પર ડિફેંસને આપત્તિ. કોર્ટે કહ્યુ કે એ તેમના પોતાના વિચાર, કોર્ટ પુરાવાના આધારે ચાલે છે.
- દોષીઓ પર કોઈ દયા ન દાખવવામાં આવે. તેમને એક નિર્દોષ યુવતીનો જીવ લીધો. તે કરગરતી રહી, પણ દોષી ન માન્યા - અભિયોજન પક્ષના વકીલ
- કોર્ટમાં પોલીસે ચારેય માટે ફાંસીની માંગ કરી

વેબદુનિયા પર વાંચો