દિલ્હી ગેંગરેપ કેસનો મહત્વપૂર્ણ દિવસ, કિશોર વયના આરોપીનો નિર્ણય આજે

ગુરુવાર, 11 જુલાઈ 2013 (11:20 IST)
P.R
દિલ્હી બસ ગેંગરેપ કાંડમાં આજનો દિવસ ખૂબ જ મુખ્ય છે. દિલ્હીના જુબેનાઈલ જસ્ટિસ બોર્ડ આ શરમજનક વારદાતમાં જોડાયેલ એક નાબાલિગ આરોપીના બાબતમાં પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. 16 ડિસેમ્બર 2012ના રોજ ચાલતી બસમાં યુવતી સાથે ગેંગરેપ અને પછી તેની હત્યાના આ મામલે 6 આરોપી છે, જેમાંથી એક આરોપી ઘટના સમયે કિશોર વયનો હતો, તેથી તેના કેસની સુનાવણી જુબેનાઈલ જસ્ટિસ બોર્ડમાં ચાલી રહી છે. 16 ડિસેમ્બરની આ ઘૃણિત ઘટનાના તમામ આરોપીઓમાંથી આ કિશોરવયનો પ્રથમ શખ્સ હશે જેને આજે ગુરૂવારે સજા સંભળાવવામાં આવે.

દિલ્હી ગેટ સ્થિતિ કિશોર ન્યાય બોર્ડના મુખ્ય મેજીસ્ટ્રેટ ગીતાંજલિ ગોયલે આ કેસ તપાસ્યો છે. આ કેસમાં પોલીસે દાવો કર્યો છે કે તમામ છ આરોપીઓમાંથી સૌથી વધુ બર્બરતા આ કિશોરવયના આરોપીએ યુવતી સાથે આચરી હતી.

વેબદુનિયા પર વાંચો