દિલ્હી ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા

શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2013 (14:56 IST)
P.R


ગયા વર્ષે 16 ડિસેમ્બરની રાત્રે ચાલતી બસમાં 23 વર્ષીય પૈરામેડિકલ વિદ્યાર્થીનીને સાથે સામુહિક બળાત્કારના ચારેય આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બુધવારે સજા પર ચર્ચા પુર્ણ થયા બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ કેસના છ આરોપી હતા, જેમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કે એક કિશોરને આ મહિને ત્રણ વર્ષની સજા સંભળાવીને સ્પેશલ હોમમાં મોકલવામાં આવ્યો છે.


અભિયોજન પક્ષે ચારેય આરોપીઓ માટે ફાંસીની સજા માંગી હતી, જ્યારે કે બચાવ પક્ષના વકીલોએ જુદા જુદા તર્ક આપીને દયાની અપીલ કરી હતી. પીડિત પરિવારનુ કહેવુ છે કે જે પ્રકારનો અપરાધ તેમણે કર્યો છે એ માટે ઉંમરકેદ આપીને નથી છોડી શકાતા.

ઘટના ગયા વર્ષે 16 ડિસેમ્બરની છે. જ્યારે દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં પીડિત યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ યુવતીની સારવાર માટે સિંગાપુર મોકલવામાં આવે, જ્યા 29 ડિસેમ્બરના રોજ તેનુ મોત થયુ હતુ.

વેબદુનિયા પર વાંચો