દિલ્હીમાં સગીરા પર બળાત્કાર

બુધવાર, 30 એપ્રિલ 2008 (15:01 IST)
દિલ્હીનાં બહારનાં વિસ્તારમાં એક સગીર છોકરી પર તેનાં દૂરનાં સગા દ્બારા તેનાં જ ઘરમાં બળાત્કાર કર્યાનો કેસ સામે આવ્યો છે. આ મહિનામાં રાજધાનીમાં આ પ્રકારની 15 ઘટના છે.

પીડિત છોકરીનાં માતાપિતાએ સ્વરૂપનગર પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દ્બારા કેસ દાખલ કરવાથી ઈન્કાર કર્યા બાદ દેખાવો કર્યા હતાં. ત્યાદ બાદ પોલીસે શુક્રવારે આરોપી ઉધમ સિંહની ગઈકાલે ધરપકડ કરી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આરોપોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાજીયાબાદ નિવાસી ઉધમ સિંહ પોતાની બહેન સાથે તાજેતરમાં પીડિતાનાં વિસ્તારમાં રહી રહ્યો છે.

સત્તાવાર આંકડા પ્રમાણે આ વર્ષે અત્યાર સુધી 122 બળાત્કારનાં કેસ નોંધાયા છે જ્યારે શહેરનાં જુદાજુદા ભાગોમાં છેડતીનાં 210 કેસ દાખલ થયા છે.

વેબદુનિયા પર વાંચો