દિલ્હીના શાહીના બાગ વિસ્તારમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો છે. તેમાં એક વ્યક્તિના ઘાયલ થવાની સૂચના મળી છે. આ એક પાર્સલ બોમ્બ હોવાની માહિતી મળી છે.
આ ધડાકો સોમવારે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ધડાકામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે અને તેની પાછળ આંતરિક વિવાદ કારણભૂત છે. બોમ્બની તિવ્રતા કોઈ મોટી જણાવામાં આવી નથી.