28 વર્ષીય યુવતીના માતા-પિતાએ પોલીસમાં દહેજ માટે સતામણીનો કેસ નોંધાવતા જણાવ્યુ કે સાસરિયાઓએ કથિત રૂપે પહેલા તો તેમની પુત્રીને ખૂબ મરી અને જ્યારે એ બેહોશ થઈ ગઈ તો તેના શરીર પર સાત સ્થાન પર છુંદણા(ટેટુ - tattoo) કરાવ્યા અને ગાળો પણ લખાવી દીધી. તેમની પુત્રીના માથા પર ટૈટૂમાં લખાવ્યુ મેરા બાપ ચોર હૈ, કારણ કે તેના માતા પિતા ગયા વર્ષે થયેલ લગ્નમાં 51,000 રૂપિયા દહેજના રૂપમાં ન આપી શક્યા. એટલુ જ નહી સાસરિયાઓએ તેમની પુત્રીના શરીર પર છ અન્ય ભાગમાં પણ ગાળો છુંદાવી દીધી.