તોગડિયાનું વિવાદિત નિવેદન - ગુજરાત ભૂલી ગયા હશો પણ મુઝફ્ફરનગર યાદ રાખજો (જુઓ વીડિયો)

સોમવાર, 21 જુલાઈ 2014 (10:56 IST)
વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ મુસલમાનો વિરુદ્ધ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. અમરનાથ મુસાફરો પર થનારા હુમલાના સંદર્ભમાં તેમણે કહ્યુ કે હુ મુસલમાનોને ચેતાવણી આપી રહ્યો છુ કે ગુજરાત તમે કદાચ ભૂલી ગયા હશો પણ મુજફ્ફરનગર જરૂર યાદ હશે. તોગડિયાના આ નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે. લગભગ સાઢા નવ મિનિટનો આ વીડિયોમાં વિવાદિત નિવેદન પાંચમા મિનિટથી શરૂ થાય છે. આ વીડિયો 19 જુલાઈના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. 
 
તોગડિયાનુ વિવાદિત નિવેદન 
 
અમરનાથ મુસાફરો પર હુમલાનો મુદ્દો ઉઠાવતા તોગડિયાએ કહ્યુ જો મુસાફરો પર હુમલો થયો અને તેની પ્રતિક્રિયામાં દેશના હિંદુ ઈટ પત્થર લઈને નીકળી ગયા તો તેની જવાબદારી તીર્થયાત્રીઓ પર હુમલો કરનારાઓની રહેશે. હિન્દુસતાનના ખૂણા ખૂણામાંથી હજારો તીર્થયાત્રી ગયા છે. તેમને મારવાનો પ્રયાસ કરશો તો જે ગામથી મુસાફરો ગયા છે એ ગામમાં તેમના સંબંધીઓ અને સમર્થક હથિયાર લઈને રસ્તાઓ પર ઉતર્યા તો સ્થિતિને સાચવવી મુશ્કેલ થઈ જશે. તોગડિયાએ કહ્યુ હુ મુસલમાનોને ચેતાવણી આપુ છુ કે ગુજરાત શાયદ તમે ભૂલી ગયા હશો પણ મુઝફ્ફરનગર તમે નહી ભૂલ્યા હોય હિન્દુઓની સહનશીલતાને કાયરતા માનવાનુ દુસાહસ ન કરો અને મુઝ્ફ્ફરનગરનુ કાયમ સ્મરણ કરો. 
 
જમ્મુ કાશ્મીર સરકાર પર બોલ્યો હુમલો 
 
તોગડિયાએ જમ્મુ કાશ્મીર સરકાર પર પણ હુમલો બોલ્યો. તેમણે આરોપ લગાવ્યો કેરાજ્ય સરકાર આતંકીઓ વિરુદ્ધ કડક પગલા લેવાથી બચી રહી છે. તોગડિયાએ કહ્યુ કે તીર્થયાત્રીઓ પર હુમલામાં શામેલ લોકોની તરત ધરપકડ કરી તેમના પર ફાસ્ટ ટ્રેક કોર્ટ હેઠળ કેસ ચલાવવામાં આવે. સાથે જ તેમણે માંગ કરી કે કેન્દ્દ્ર સરકારે પોતાના એક સીનિયર અધિકારીને ત્યાની સુરક્ષાની તપાસ કરાવવી જોઈએ. 
 
રાજનેતાઓએ બોલ્યો હુમલો - આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાજેડીયુ શરદ યાદવે માંગ કરી કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આઝમ ખાને ટ્વિટર પર કહ્યુ કે મિયા તોગડિયા અમે ન તો ગુજરાત ભૂલ્યા છે કે ન તો મુઝફ્ફરનગર અને ન તો 1992 બાબરી વિઘ્વંસ. બીજી બાજુ કોંગ્રેસના ગુલામ નબી આઝાદે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી દેશને તોડનારા લોકોનો વિરોધ કરતી આવી છે. 
 

વેબદુનિયા પર વાંચો