તેલંગાનામાં શાળાની બસ ટ્રેન સાથે અથડાંતા 15 બાળકોના મોત 20 ઘાયલ

ગુરુવાર, 24 જુલાઈ 2014 (10:50 IST)
હૈદરાબાદ. તેલંગાના રાજ્યના મેડકમાં ગુરૂવારે સવારે શાળાની બસ અને ટ્રેન વચ્ચે ટક્કર થવાથી 15 બાળકોના મોત થઈ ગયા અને 20 બાળકો ઘાયલ થઈ ગયા. એક પ્રત્યક્ષદર્શી મુજબ ટ્રેનની ટક્કરથી બસ લગભગ 100 ફુટ હવામાં ઉછળીને જમીન પર પડી ગઈ. દુર્ઘટના પછી ઘટનાસ્થળ પર હાજર લોકોએ બાળકોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. 
 
માહિતી મુજબ ગુરૂવારે સવારે એક શાળાની બસ બાળકોને લઈને શાળા જઈ રહી હતી. બસમાં લગભગ 50 બાળકો સવાર હતા. મેડક પાસે એક માનવ રહિત રેલવે ક્રોસિંગને બસ પાર કરી રહી હતી. આ દરમિયાન નાંદેડ-હૈદરાબાદ પેસેંજર ટ્રેનની જોરદાર ટક્કરથી બસ લગભગ 100 ફીટ હવામાં ઉછળીને જમીન પર પડકાઈ. 
 
દુર્ઘટનામાં 15 બાળકોના મોત થયા અને 20થી વધુ બાળકો ઘાયલ થઈ ગયા છે જેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. દુર્ઘટનાની પાછળ માનવ રહિત રેલવે ક્રોસિંગપર ગાર્ડ ન હોવાનુ બતાવાય રહ્યુ છે. ઘટનાસ્થળ પર પોલીસ અને રેલવેના મોટા અધિકારીઓ પહોંચી ગયા છે. 

વેબદુનિયા પર વાંચો