તરુણ તેજપાલ 'ગાયબ', પોલીસે તેજપાલના ઘરમાં રેડ પાડી

શુક્રવાર, 29 નવેમ્બર 2013 (10:41 IST)
.
P.R
ગોવા પોલીસે મહિલા પત્રકારના યૌન શોષણના આરોપી તહલકાના સંપાદક તરુણ તેજપાલની શોઘ ઝડપી કરી દીધી છે. આજે સવારે 6 વાગ્યે ગોવા પોલીસ દિલ્હીમાં તેજપાલના ઘરે તેમની ધરપકડ કરવા પહોંચી હતી. પોલીસની પાસે તેજપાલ વિરુદ્ધ બિનજમાનતી વોરંટ હતુ. ઘરવાળા તો ઘરમાં હાજર હતા પણ તેજપાલ ત્યાથી ગાયબ હતા. તેજપાલ ક્યા છે તેની માહિતી ઘરના લોકોએ ન આપી.

પોલીસે ઘરમાં તપાસ કરી અને ઘરના લોકોને તેજપાલ વિશે પ્રશ્નો પણ પૂછ્યા. પણ તેજપાલની પત્નીએ કોઈ પણ માહિતી આપવાની ના પાડી દીધી. સાત સભ્યોવાળી ગોવા પોલીસ સાથે દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ પણ હતી. ગોવા પોલીસે તેજપાલના ઘરના લોકોને તેમના સંબંધીઓ અને તેજપાલના ખાસ મિત્રો વિશે માહિતી લઈને કોઈ બીજા ઠેકાણે તેજપાલની ધરપકડ કરવા નીકળી ગઈ. ગોવા પોલીસ તેજપાલને આજે કોઈપણ રીતે પકડવાનો પ્રયત્ન કરી રહી છે.

પોલીસને તેજપાલની પત્નીએ જણાવ્યુ કે તેઓ 5-6 દિવસથી ઘરમાં નથી. તેજપાલનો મોબાઈલ બે દિવસથી સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસને મોબાઈલ દ્વારા તેજપાલનુ છેલ્લુ લોકેશન દિલ્હી મલ્યુ છે. આ પહેલા નોએડામાં હતા. ગોવા પોલીસનુ કહેવુ છે કે તેજપાલે કોઈપણ પ્રકારની મદદ નથી કરી અને હવે તેમની ધરપકડ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

આ પહેલા ગઈકલએ તેજપાલના વકીલે ગોવા પોલીસને ફેક્સ મોકલીને માહિતી આપી હતી કે તેજપાલ શુક્રવારે ગોવા પોલીસ સામે રજૂ થશે. ગઈકાલે ગોવાની કોર્ટે તેજપાલ વિરુદ્ધ બિન જામીની વોરંટ રજૂ કરી દીધુ હતુ, જેને લઈને આજે ગોવા પોલીસ દિલ્હી પહોંચી છે

આ અગાઉ ગોવા પોલીસે તેજપાલને હાજર થવા માટે શુક્રવારે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, પણ આ ડેડલાઈનથી લગભગ બે કલાક પહેલા જાણવા મળ્યુ કે તેજપાલે ગોવા પોલીસને ફેક્સ મોકલીને શનિવાર સુધીનો સમય માંગ્યો છે. ગોવા પોલીસે તેજપાલને આ સમય આપવાથી ઈંકાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો