તમિલનાડુમાં અત્યાર સુધી 18.3% વોટિંગ, રજનીકાંત-જયલલિતા સહિત આ દિગ્ગજોએ વોટિંગ કર્યુ

સોમવાર, 16 મે 2016 (11:39 IST)
કેરલ અને પોંડિચેરીમાં અસેંબલી ઈલેક્શન હેઠળ સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયુ. તમિલનાડુમાં 9 વાગ્યા સુધી 18 ટકા વોટિંગ નોંધાયુ છે. તેમા તમિલનાડુની સીએમ જયલલિતા અને કેરલના સીએમ ઓમાન ચાંડીના નસીબનો નિર્ણય થશે.  92 વર્ષના ડીએમકે ચીફ એમ. કરુણાનિધિ તમિલનાડુમાં અને 93 વર્ષના લેફ્ટ લીડર વી.એસ અચ્યુતાનંદન કેરલમાં સીએમ કેંડિડેટ છે. કાઉંટિંગ 19 મે ના રોજ થશે. સવારે એક બૂથ પર વોટ આપવા માટે સુપરસ્ટાર રજનીકાંત અને સીએમ જયલલિતા પહોંચ્યા. બીજેપીને કેરલ અને તમિલનાડુથી ઘણી આશા છે. 

વેબદુનિયા પર વાંચો