ડેરા સચ્ચા સૌદા સમર્થકોનો ઉત્પાત

ભાષા

રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 (10:50 IST)
પંજાબ અને હરિયાણાના તમામ શહેરોમાં બાબાના સમર્થકો બબાલ કરી રહ્યાં છે. બાબા રામ રહીમના સમર્થક તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવવા વિરુદ્ધ હિંસા પર ઉતરી આવ્યા છે. હકીકતમાં બે દિવસ પહેલા સીબીઆઈએ બાબા રામ રહીમ વિરુદ્ધ કત્લનો એક મામલો દાખલ કર્યો હતો. તેનાથી ડેરા સમર્થક ભડ્કયાં છે.

તેનાથી નારાજ સમર્થકોએ લુધિયાણા, મોગા, ભઠિંડા, તલવંડી, સાબો, મનસા, કૈથલ, સિરસા અને ફતેહાબાદમાં હિંસા મચાવી છે. સમર્થકોએ કેટલીયે બસોમાં આગ લગાડી દીધી છે સાથે જ ત્રણ ટ્રેનોમાં આગ લગાડી દીધી જેમાં સતલુજ એક્સપ્રેસ સિવાય બે પેસેંજર ટ્રેન છે.

તણાવને જોતા હરિયાણા સરકારે પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરી દીધી છે. સ્થિતિ સાથે લડવા માટે અર્દ્ધસૈનિક ટુકડીની માંગ કરવામાં આવી છે. હાલ સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદા એક ધાર્મિક સંગઠન છે જેનું મુખ્યાલય હરિયાણાના સિરસા જિલ્લામાં છે.

વેબદુનિયા પર વાંચો