ટૉપ 10 ક્રિમિનલ્સમાં મોદીને બતાડવા પર GOOGLEને નોટિસ, અગાઉ માફી માંગી હતી

બુધવાર, 20 જુલાઈ 2016 (15:03 IST)
ગૂગલ સર્ચ એંજિનમાં ટોપ 10 ક્રિમિનલ્સની લિસ્ટમાં નરેન્દ્ર મોદીની ફોટો જોવા મળતો હોવાનો મામલો હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઈલાહાબાદના એક કોર્ટે ગૂગલના સીઈએઓ અને ઈંડિયા હેડને નોટિસ મોકલી છે. ગૂગલ અને તેના ઓફિસરો વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લેંટ નોંધાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
 
   કોર્ટે ગુગલ તથા ગુગલના ઉચ્ચ અધિકારીઓ વિરૂધ્ધ આપરાધિક કેસ નોંધવાનો પણ આદેશ આપ્યો છે. એડવોકેટ સુશીલ મિશ્રાની ફરિયાદની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ મામલાની હવે પછીની સુનાવણી 31 ઓગષ્ટે થશે.
 
   ભાજપના નેતા અને અરજી કરનાર સુશીલ મિશ્રાએ કહ્યુ છે કે, 4 જુનના રોજ ગુગલે ટોપ-10  ક્રિમીનલ ઓફ વર્લ્ડની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મુકી દીધો હતો. એ જ દિવસે ગુગલે પીએમને પત્ર લખી માફી પણ માંગી હતી. ગુગલના સ્થાપક લેરી પેઝનો માફી પત્ર પણ ગુગલના સર્ચ એન્જીન ઉપર પડેલો છે પરંતુ હજુ સુધી કંપનીએ પીએમનો ફોટો હટાવ્યો નથી. આનાથી દેશ-વિદેશમાં પીએમની છબીને નુકસાન થયુ છે.
 
   અરજીનો સ્વીકાર કરતા જ્જ મહતાબ અહમદે ગુગલના કેલીફોર્નીયા ખાતેના લેરી પેઝ, સીઇઓ સુંદર પીચાઇ, ઇન્ડિયા હેડ રાજન આનંદન વિરૂધ્ધ નોટીસ જારી કરી 

વેબદુનિયા પર વાંચો