જાણો બિહારના આ નવા મુખ્યમંત્રી જીતનરામ માંઝી વિશે

મંગળવાર, 20 મે 2014 (09:02 IST)
જીતનરામ માંઝી બિહારના 23માં મુખ્યમંત્રી રહેશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જદયૂ ધારાસભય દલ દ્વારા ખુદને નવા નેતા નામિત કરવા માટે અધિકૃત કર્યા બાદ આ નિર્ણય કર્યો. તેઓ સાંજે 6:30 વાગે માંઝીને લઈને રાજભવન ગયા. 
 
માંઝી 2008થી સતત નીતિશ સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા છે. મહાદલિત સમાજમાંથી આવનારા માંઝી સ્નાતક છે અને સંવિધાનના સારા જ્ઞાતા મનાય છે. તેમણે સંસદીય રાજનીતિનો સારો અનુભવ છે. માંઝી નીતિશ કુમારના ખૂબ જ નિકટના અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.  રાજભવનથી સાંજે સાત વાગ્યે નીતિશ કુમાર રાજભવનમાંથી બહાર નીકળ્યા અને પત્રકારોને જણાવ્યુ કે જદયૂએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. માંજી નવી સરકારનુ નેતૃત્વ કરશે. જદયૂના 117 ધારાસભ્યોની યાઈ સાથે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો સોંપવામાં આવ્યો છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે જદયૂ ધારાસભ્ય દળની બેઠક પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી રહેઠાણ બહાર સમર્થકોને સમજાવવા ગયા. લાંબી લડાઈ માટે તૈયાર રહેવાનુ તેમનુ આહવાન કર્યુ.  સાથે જ સમજાવ્યુ કે વર્તમાન પરિસ્થિતિમાં કેમ તેમને સીએમ બન્યા રહેવુ યોગ્ય નથી. ત્યારબાદ સાંજે 6. 30 વાગે તેઓ રાજભવન ગયા. કારમાં તેમની સાથે ફક્ત જીતન રામ માંઝી હતા. 68 વર્ષીય માંઝી લોકસભા ચૂંટણીમાં ગયાથી જદયૂન ઉમેદવાર પણ હતા. માંઝી જહાનાબાદ જીલ્લાના મખદુમપુરથી ધારાસભ્ય છે.  
 
જાણો જીતન રામ માંઝી વિશે 
 
જીતન રામ માંઝી 
ધારાસભ્ય - મખદુમપુરથી 
પિતા - સ્વ રામજીત રામ માઝી (ખેતી મજૂર) 
જન્મ - 06 ઓક્ટોબર 1944. 
પૈતૃક ગામ - મહકાર (ખિજરસરાય, ગયા) 
વૈવાહિક સ્થિતિ - વિવાહિત 
પત્ની - શ્રીમતી શાંતિ દેવી 
સંતાન - બે પુત્ર અને પાંચ પુત્રી 
રાજનીતિમાં પ્રવેશ - 1980 
 
રાજનીતિક સાહિત્યિક અને સાંસ્કૃતિક સેવાઓ - જાતિમા ઉપેક્ષિત સમાજના લોકો માટે વિશેષ કાર્યક્રમ ચલાવ્યો. મહાદલિત પંચના રચનામાં મહત્વની ભૂમિકા. મહાવિદ્યાલયનુ સર્જન અને વિકાસનુ કાર્ય કરવુ. વિશ્વવિદ્યાલયના અભિષદ સભ્યના રૂપમાં કાર્ય કરવુ. ભાષાનો પ્રચાર પ્રસાર કરવો.  
 
વિધાનસભા સભ્ય - 1980થી 1990 સુધી અને 1996થી અત્યાર સુધી 
આ મહત્વપૂર્ણ પદ સંભાળ્યા -  1983થી 1985 સુધી ઉપમંત્રી (બિહાર સરકાર) 
1985થી 1988 સુધી રાજ્યમંત્રી 
1998થી 200 સુધી રાજ્યમંત્રી  
2008થી અત્યાર સુધી કેબિનેટ મંત્રી 
                 

વેબદુનિયા પર વાંચો