જળવાયુ પરિવર્તન પર વિકસીત દેશ આગેવાની કરે

ભાષા

સોમવાર, 19 ઑક્ટોબર 2009 (14:42 IST)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આબાદે વિકસીત દેશોને કહ્યું કે, તેમણે જળવાયું પરિવર્તનની વિરુદ્ધ લડાઈમાં આગેવાની કરવી જોઈએ.

આઝાદે કહ્યું કે, ગ્રીન હાઉસમાં ગેસના ઉત્સર્જનમાં વિકાસશીલ દેશ જવાબદાર નથી. વિકસીત દેશોની અપેક્ષાએ વિકાસશીલ દેશમાં પ્રતિ વ્યક્તિ ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન હજી પણ ઘણું ઓછુ છે.

આઝાદે કહ્યું કે, દક્ષિણ એશિયાઈ દેશોએ એકતા દેખાડતાં સુનિશ્ચિત કરવું જોઈએ કે વિકસીત દેશ પોતાની જવાબદારીઓ માટે યોગ્ય પગલાં ભરે, જેની માન્યતા જળવાયું પરિવર્તનને લઈને સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક સમ્મેલનમાં પણ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો