જર્મન કિશોરી બળાત્કાર તપાસ ચાલુ રહેશે

વાર્તા

બુધવાર, 12 નવેમ્બર 2008 (18:05 IST)
જર્મન કિશોરીના બળાત્કાર કેસમાં પીડિતની માતા દ્વારા ફરિયાદ પાછી લેવા છતાં આ પ્રકરણની તપાસ ચાલુ રહેશે. આ કેસમાં ગોવાનાં મંત્રીનો પુત્ર મુખ્ય આરોપી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ ગોવાનાં શિક્ષા મંત્રી અતાંસિયો મોસેરેટનો પુત્ર રોહિત જર્મન કિશોરી સાથે બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી છે. જો કે તેને જમાનત મળી ચુકી છે. તેમજ પીડિતાની માતાએ ફરિયાદ પાછી ખેચી લીધી છે.

પણ પોલીસ અધીક્ષક બોસ્કો જ્યોર્જે જણાવ્યું હતું કે એફઆઈઆર મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેથી પોલીસ તેની તપાસ ચાલુ રાખશે. જો કે પીડિતાની માતાએ ફરિયાદ પાછી ખેચતાં જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે તેમની દિકરી સાથે બ્રિટીશ કિશોરી સ્કારલેટ જેવું થાય. ઉલ્લેખનીય છે કે સ્કારલેટનો મૃતદેહ ફેબ્રુઆરીમાં અંજુના બીચ પર મળ્યો હતો. તેની પર પણ બળાત્કાર થયો હોવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો