જમ્મૂ-કાશ્મીરમાં 500 આતંકી સક્રિય : મુખ્યમંત્રી

ભાષા

સોમવાર, 22 માર્ચ 2010 (11:46 IST)
ND
N.D
જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિમાં સુધારની વાત કરતા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ પાંચ સો થી વધારે આતંકવાદી સક્રિય છે.

અબ્દુલ્લાએ કહ્યું, ‘‘જમ્મૂ કાશ્મીરમાં હાલ આશરે 550-575 આતંકવાદી સક્રિય છે અને સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં છે. ’’ જો કે, તેમણે કહ્યું કે, સીમા પાર ઘુસણખોરીનો વિષય છે અને 2009 માં ઘુસણખોરી 2008 ની તુલનાએ 98 ટકાથી વધુ વધી છે.

તેમણે કહ્યું, ''કેટલાક માહિતી છે જે આ વાત તરફ ઈશારો કરી રહી છે કે, એલઓસીની પાસે હજુ પણ વધારે પ્રશિક્ષિત આંતકવાદી આપણી તરફ ઘુસણખોરી કરવાના ઈરાદે છે.''

અબ્દુલ્લાએ કહ્યું કે, જ્યાં સુધી સુરક્ષા સ્થિતિની વાત છે, છેલ્લા બે વર્ષમાં સુધાર થયો છે અને રાજ્યમાં આતંકવાદથી સંબંધિત ઘટનાઓમાં 30 ટકાનો ઘટાડો આવ્યો છે.

વર્ષ 2008 માં જ્યાં આતંકવાદથી સંબંધિત 708 મામલાઓમાં 91 નાગરિકોં, 85 સુરક્ષાકરર્મીઓ અને 339 ઉગ્રવાદીઓના મૃત્યુ નિપજ્યાં ત્યાં 2009 માં મત્ર 499 કેસ નોંધવામાં આવ્યાં જેમાં 239 ઉગ્રવાદીઓ, 71 નાગરિકોં અને 79 સુરક્ષાકર્મીઓના મૃત્યુ નિપજ્યાં.

વેબદુનિયા પર વાંચો