છત્તીસગઢ : મોદીએ પટણા ધમાકાને લઈને નીતીશ પર તાક્યુ નિશાન

ગુરુવાર, 7 નવેમ્બર 2013 (17:00 IST)
P.R

ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચારનો મોરચો સાચવતા કોંગ્રેસ સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. સાથે જ મોદીએ બિહારના સીએમ નીતીશ કુમાર પર પણ નિશાન તાક્યુ. જગદલપુરમાં થયેલ રેલીમાં મોદીએ સીએમ રમણ સિંહના કામકાજની પ્રશંસા કરી અને રમન માટે વોટ માંગ્યા. મોદીએ પોતાના જૂના અંદાજમાં કોંગ્રેસને મોંઘવારી મુદ્દે લપેટી.

નિશાના પર નીતીશ - મોદીએ બિહારના સીએમ નીતીશ કુમાર પર હુમલો બોલતા પૂછ્યુ કે બીજેપીની પટના રેલીમા ધમાકા પછી ત્યાના સીએમે શુ કર્યુ. બિહાર સરકાર તો છપ્પનભોગ કરી રહી હતી. જાણે કે કોઈ ખૂબ સારુ કામ થયુ હોય. કોઈના ચેહરા પર દુ:ખનુ નામોનિશાન નહોતુ. બીજી બાજુ છત્તીસગઢમાં કોંગ્રેસની રેલી પર નક્સલી હુમલો થયો તો રમણ સિંહે પોતાની રેલી પણ રદ્દ કરી દીધી.

મોદીએ કહ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષા સંમેલનમાં રમણ સિંહના ચેહરા પર દુ:ખને દરેક જોઈ શકતા હતા. આ સંમેલનમાં તેમના વખાણ પણ થયા હતા. પણ પટના ધમાકા બાદ શુ થયુ. બોડી લેગ્વેઝથી જોઈ શકાતુ હતુ. આ જ અંતર છે એક લોકો માટે કામ કરનારા સીએમ અને અહંકારથી ભરેલા સીએમ વચ્ચે.

રાહુલ પર હુમલો

મોદીએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યુ કે દિલ્હીના શહજાદા લોકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે ખાદ્ય સુરક્ષાનો કાયદો લાવ્યા છે. હિન્દુસ્તાનમાં જો કોઈએ ખાદ્ય સુરક્ષાનો કાયદો આપ્યો છે તો એ છત્તીસગઢની બીજેપીની સરકાર છે. ડો. રમણ સિંહે છત્તીસગઢની જનતાને આ અધિકાર આપ્યો છે.

વિકાસના નામે માંગ્યા વોટ

મોદીએ કહ્યુ કે આ વખતે જાતિ કે જ્ઞાતિ માટે નહી પણ વિકાસ માટે વોટ આપવાનો છે. મોદીએ કહ્યુ કે છત્તીસગઢમાં એવી સરકાર જોઈએ જે તમારુ તમારા બાળકોનું ભલુ કરી શકે. આવી સરકાર બીજેપી અને રમણ સિંહે જ આપી શકે છે. મોદીએ કહ્યુ કે રમણ સિંહ પર તમારો વિશ્વાસ રંગ લાવ્યો છે. છત્તીસગઢને વધુ ગતિએ આગળ વધારવા માટે આ એક સારી તક છે. મોદીએ કહ્યુ કે બીજેપીના શાસનકાળમાં છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. પણ આજે કોંગ્રેસના શાસનમાં ઝારખંડ અને ઉત્તરાખંડ આગળ વધી જ ન શક્યુ. જ્યારે કે છત્તીસગઢે ખૂબ વિકાસ કર્યો છે અને તેનો શ્રેય ડોક્ટર રમણ સિંહને જાય છે. જો છત્તીસગઢ કોંગ્રેસના હાથમા જતુ તો બરબાદ થઈ જતુ.

મોદીએ કહ્યુ કે હવે છત્તીસગઢને ઊંચાઈઓ પર લઈ જવાનો સમય આવ્યો છે. 2013થી 2018 સૌથી મહત્વપૂર્ણ કાલખંડ છે. જો છત્તીસગઢ ઝડપથી દોડનારુ અને મજબૂત થઈ ગયુ તો આગામી 5 વર્ષ સુધી છત્તીસગઢનો વિકાસ કોઈ રોકી શકતુ નથી. વોટ વિકાસ માટે થવો જોઈએ. વોટબેંકની રાજનીતિને દફનાવી દેવી જોઈએ. આ ચૂંટણી આગામી 100 વર્ષ માટે છે.

મોદીએ કહ્યુ કે હવા બદલાય ચુકી છે. દેશ વિકાસ માંગે છે. ગરીબોની ભલાઈ માટે કામ કરનારી સરકાર માંગે છે. કોંગ્રેસનુ નવુ સ્લોગન છે. કોંગ્રેસનો હાથ-ગરીબને સાથ. આ પહેલા તેઓ તમને હાથ બતાવતા રહ્યા અને જેવી સત્તા હાથમાં આવી તેઓ હાથ અજમાવવા લાગ્યા. અને જ્યારે માસ્ટરી આવી તો હાથની સફાઈ સિવાય કોઈ કામ જ નથી કરી રહ્યા.

મોદીએ વ્યંગ્ય કરતા કહ્યુ કે હવે લોકો સોનુ ચાંદી નહી ડુંગળી તિજોરીમાં મુકવા મજબૂર થઈ રહ્યા છે. કોંગ્રેસ સરકારે ગરીબો પાસેથી ડુંગળી છીનવી લીધી છે. શુ આવી સરકારને સત્તા પર રહેવાનો હક છે.

વેબદુનિયા પર વાંચો