છત્તીસગઢ નક્સલી હુમલો : 78વાર ચાકુથી વાર

બુધવાર, 29 મે 2013 (12:51 IST)
P.R

છત્તીસગઢના સુકમાના નક્સલી હુમલામાં માર્યા ગયેલ નેતા મહેન્દ્ર કર્મા પર મહિલા નક્સલીઓએ 78વાર ચાકુઓથી વાર કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ નક્સલી કર્મા પર એવી રીતે હુમલો કરી રહ્યા હતા જાણે કે વર્ષો જૂની દુશ્મની કાઢી રહ્યા હોય. આ સાથે જ તેમની છેલ્લી ઈચ્છા પૂરી થઈ ગઈ છે.

કર્માની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાકુઓના 78 જખમ ઉપરાંત એકથી વધુ ગોળીઓના નિશાન અને એક અન્ય હથિયારના ઘા ના નિશાનની વાત છે. કર્મા અને તેમના પુત્રની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો