ચેરપૂંજીમાં ઘટતો વરસાદ,વૈજ્ઞાનીકો ચિંતામાં

ભાષા

શુક્રવાર, 11 જુલાઈ 2008 (14:47 IST)
ચેરાપૂંજી. ચેરપૂંજી દુનિયાનો સૌથી વધારે વરસાદ મેળવતો પ્રદેશ છે. પરંતુ હાલના કેટલાક વર્ષોમાં અહિંયા વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, જેનાથી હવામાન વિશ્લેષકો ચિંતામા પડ્યા છે.

વિશ્લેષકોના આંકડા પ્રમાણે આ વર્ષે ચેરાપુંજી જેને સોહરા તરીકે પણ ઓળખવામા આવે છે, ત્યા 30 જુન સુધીમાં પહેલાની તુલનાએ માત્ર 700 મિલીમીટર જ વરસાદ પડ્યો છે. ચેરાપૂંજીમાં સામાન્ય રીતે વર્ષાઋતુ પહેલા ત્રીસ દિવસમાં 2793.9 મિલીમીટર વરસાદ પડતો હતો. જ્યાં હવે માત્ર 2092.6 મિલીમીટર જ વરસાદ પડે છે. ગૌહાટીમા આવેલા હવામાન વિભાગ અનુસાર આવતાં બે મહિનામાં આ વરસાદી ખોટ સરભર થઈ જશે.

ચેરાપૂંજીમાં 1973થી 2007 સુધીના ગાળામાં 11 હજાર 952.2 મિલીમીટર વરસાદ હતો. વર્ષ 2005માં અને 2006 માં 12 હજાર મિલીમીટર વરસાદ ઓછો થઈ ગયો છે.

જયારે 2005માં કુલ 9758.0 મિલીમીટર, 2006માં 8734.1 મિલીમીટર તથા 2001માં 8971.5 મિલીમીટર વરસાદ પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો