ચેક ગુમ થયાનાં કેસમાં બેંક દોષી

બુધવાર, 30 એપ્રિલ 2008 (17:55 IST)
અધિકારીઓની લાપરવાહીનાં કારણે એક વ્યક્તિનો ચેક ખોવાઈ જવા પર ગ્રાહક સુરક્ષા અદાલતે બેંક ઓફ બરોડાને સેવામાં ઉણપમાં દોષી ઠેરવી અને આદેશ આપ્યો કે તે ગ્રાહકની રકમની ચૂકવણી કરે. ગ્રાહક સુરક્ષા અદાલતનાં શરણે જનારા વ્યક્તિનો બે વર્ષ પહેલા બેંકે ચેક ખોઈ નાખ્યો હતો.

દિલ્હી જીલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમનાં અધ્યક્ષ એમ.એસ.સભરવાલે કહ્યું હતું કે, ચેક બેંકનાં અધિકારીઓની બેદરકારીથી ખોવાયો અને તેથી બેંક સ્પષ્ટ રીતે સેવામાં ઉણપ માટે દોષીત છે તથા ફરિયાદકર્તાની રકમ ઉપલબ્ધ કરાવવી તેની જવાબદારી છે.

ફોરમે બેંક ઓફ બરોડાને આદેશ આપ્યો છે કે, તે ચેકની રકમ 4887 રૂપિયા ગ્રાહક વિનીત કુમારને આપે. આ ચેક ઈન્ડિયન બેંકનો હતો જે પ્રક્રિયા દરમિયા ગુમ થયો હતો.

અદાલતે બેંક ઓફ બરોડાને એ પણ નિર્દેશ કર્યો હતો કે તે ગ્રાહકને એક હજાર રૂપિયા વળતરનાં રૂપમાં પણ ચૂકવશે.

વેબદુનિયા પર વાંચો