ચુંટણી પહેલાં ચાર રાજ્યોની સરહદ સીલ

શુક્રવાર, 3 એપ્રિલ 2009 (15:24 IST)
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા એમ ચાર રાજ્યોની સરહદો લોકસભાની ચૂંટણીનાં 24 કલાક પહેલા સીલ કરી દેવામાં આવશે. આ અંગેનો નિર્ણય રાજ્યોનાં પોલીસ મહાનિર્દેશકોની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

ઉત્તરપ્રદેશનાં આગ્રા જીલ્લાની સરહદો અન્ય ત્રણ રાજ્યોને મળે છે. આ પાડોશી રાજ્યોનાં સરહદી વિસ્તારોમાં આવેલા જીલ્લાઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે આમાંથી કોઈ પણ જીલ્લામાંથી આ મહિને કે આવતા મહિને થનારા મતદાનના 24 કલાક પહેલા સરહદો સીલ કરવામાં આવશે.

આગ્રાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે આ યોજના ગત બુધવારે તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં ચારેય રાજ્યોના પાડોશી જીલ્લાઓના અધિકારીઓએ ચૂંટણી સ્વતંત્ર તથા નિષ્પક્ષ રીતે સંપન્ન કરાવવા માટે તમામ વ્યવસ્થા અને જરૂરીયાતો બાબતે ચર્ચા કરી હતી.

પોલીસ અધિકારીઓએ ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓને અટકાયતમાં લેવા માટે તેમના નામોની યાદીઓનું પણ આદાન પ્રદાન કર્યુ હતુ. દારૂની ભઠ્ઠીઓ અને ગેરકાયદેસર રીતે હથિયાર બનાવતી ફેક્ટ્રીઓ પર પણ છાપા મારવાની યોજના બનાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો