ચિરંજીવી વધતી લોકપ્રિયતા

ભાષા

શુક્રવાર, 17 ઑક્ટોબર 2008 (18:55 IST)
જો સભામાં ઉમટી રહેલી ભીડને લોકપ્રિયતાનું પરીમાણ ગણીએ તો નવા નવા રાજકારણમાં આવેલા ચિરંજીવી હાલ ભારે લોકચાહના મેળવી રહે છે. આંધ્રપ્રદેશનાં રાજકારણમાં આગામી સમયમાં મોટા પરિવર્તનનો છે.

આ વર્ષે 26 ઓગસ્ટનાં રોજ પોતાની પ્રજા રાજ્યમ પાર્ટી બનાવનાર ચિરંજીવીએ 9 ઓક્ટોબરથી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કર્યો છે. તે અત્યારે ઉત્તર આંધ્રનાં શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં પ્રવાસ કરી રહ્યાં છે. જો કે ગળું ખરાબ થઈ જવાથી પોતાનો 9 દિવસનો કાર્યક્રમ સાત દિવસમાં સમેટી લેવો પડ્યો હતો.

તેમછતાં આ કાર્યક્રમમાં ચિરંજીવી પ્રત્યે જનતામાં આકર્ષણ જોવા મળ્યું હતું. જનસભાઓમાં ક્યારેક ચિરંજીવી સ્પષ્ટ વક્તા, ક્યારેક આક્રમક, ક્યારેક ભાવુક અને ક્યારેક સામાન્ય અભિનેતાની રીતે લોકોને આકર્ષી રહ્યો હતો.

ચિરંજીવીની સભામાં ઉમટી રહેલી ભીડે તેમનાં રાજકીય વિરોધીઓની હવા ફુલાવી દીધી છે. પણ હાલ તેઓ તેની ભૂમિકાની ટીકા કરીને તેમને નિરૂત્સાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ચિરંજીવીનો ભાવુક અઁદા
ચિરંજીવીએ એક સભામાં ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે મારી માતાએ ફોન કરીને જણાવ્યું કે શું તું ખરેખર ધૂળ, ગરમી અને આલોચનાને સહન કરવા માંગે છે. મેં તેમને કહ્યું કે કરોડો લોકો મારા કરતાં પણ વધારે કષ્ટ સહન કરે છે. તેમનાં આંસુ લુછવા માટે કોઈ નથી. તેઓ ઈચ્છે છે કે હું રાજકારણમાં પ્રવેશ કરીને તેમની સેવા કરૂં. અને, આવો મોકો કેટલાં લોકોને મળે છે.

ચિરંજીવી પોતાની સભામાં સત્તારૂઢ કોંગ્રેસની ટીકા કરે છે. તેમજ તેની નીતિઓની ઝાટકણી કાઢે છે. તે ભ્રષ્ટાચારને બધી જ સમસ્યાનું મૂળ સમજે છે. તેને હટાવવા માટે કંઈક કરવા માંગે છે.

વેબદુનિયા પર વાંચો