ચાલકરહિત વિમાનનું સફળ પરીક્ષણ

બુધવાર, 30 એપ્રિલ 2008 (15:41 IST)
સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ચાલકરહિત ખૂબ જ હલકા વિમાન 'લક્ષ્ય' નું આજે ચાંદીપુર ખાતે પરીક્ષણ રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉન્નત ડિઝિટલ નિયંત્રિત એન્જીનયુક્ત 'લક્ષ્ય' નું બપોરે બાર વાગ્યે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં એન્જીનની ક્ષમતા અને ઉડાણની અવધિની તપાસવામાં આવી. વિમાન 30 થી 35 મિનિટ સુધી ઉડાણ ભરવા સક્ષમ છે.

પાયલોટોને ટ્રેનિંગ આપવાનાં હેતુથી તૈયાર 'લક્ષ્ય' એક પ્રકારનું સબ સોનિક વિમાન છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાશે. તેને રિમોટ દ્બારા જમીનથી નિયંત્રિત કરી શકાય છે.

વિમાનને બેંગલૂર સ્થિત એરોનોટિક ડેવલપમેન્ટ સ્ટેબલિશમેંટ (એડીઈ) એ વિકસિત કર્યું છે. ભારતીય હાઈદળમાં તેને વર્ષ 2000 માં સામેલ કરવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો