ઘાટીમાં બે આતંકવાદી ઢેર

વાર્તા

ગુરુવાર, 23 ઑક્ટોબર 2008 (23:37 IST)
જમ્મુકશ્મીરમાં બુધવારે રાત્રે બે અલગ અલગ ઘટનાઓમાં હિઝબુલ મુઝાહિદ્દિનના બે આતંકવાદીઓ તથા એક નંબરદાર ઠાર કરાયો છે, જ્યારે સુરક્ષા જવાનોએ આતંકવાદીઓના એક રહેઠાણને શોધી કાઢી એક બહુ મોટી ઘટનાને ટાળી હતી.

અધિકારિક સૂત્રોના જણાવ્ય અનુસાર આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાની સાથે જ જમ્મુકાશ્મિર પોલીસ અને સેનાના જવાનોએ ગંદરબલ જિલ્લાના વાટલર ગામમાં તપાસ શરૂ કરી દીધી હતી. આ જ વખતે આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર અંધાધૂધી ગોળીબાર શરૂ કરી દીધી હતી. જવાબમાં પોલીસ અને સેનાના જવાનોએ ફાયરિંગ કરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતાં.

આ આતંકીઓના નિવાસ્થાનેથી બે એકે ફોર્ટી સેવન રાઈફલ, છ મેગેઝિન, 80 ગોળીઓ અને બે પાઉચ મળી આવ્યા હતાં. આ બંને આતંકવાદીઓ સ્થાનિક નિવાસીઓ હતાં જેમની ઓળખ લતીફ ચૌહાન અને ફારૂક અહમદ ચીચી કરવામાં આવી છે.

જ્યારે બીજી એક ઘટનામાં કુપવાડામાં ગુલગમ લિંક માર્ગ પર એક વાનમાં આતંકવાદીઓએ છુપાવેલા અત્યાધુનિક દેશી વિસ્ફોટક ઉપકરણ આઈઈડીને નિષ્ક્રિય કરી મોટી ઘટનાને ટાળી હતી. આ આઈઈડીને પ્રેસર કુકરમાં રાખવામાં આવ્યુ હતું.

વેબદુનિયા પર વાંચો