ગ્રેજ્યુઈટી ફંડને કેબીનેટની મંજુરી

વાર્તા

ગુરુવાર, 31 જુલાઈ 2008 (18:56 IST)
કેન્દ્રીય કેબીનેટ આજે સંસદની સ્થાયી સમિતિએ ગ્રેજ્યુઈટી ફંડ પરનાં સંશોધનને મંજુર આપી છે. મંત્રી પ્રિયરંજનદાસ મુન્શીએ જણાવ્યું હતું કે વિધેયક 2007ને ફરીથી લાવવાનો પ્રસ્તાવને પણ કેબીનેટે મંજુરી આપી છે. આ વિધેયક હાલ વિચારણા હેઠળ છે.

દાસમુન્શીએ જણાવ્યું હતું કે આ નિર્ણય થી દેશનાં શિક્ષકોને 3 એપ્રિલ, 1997થી ગ્રેજ્યુઈટીની ચુકવણીને કાયદા હેઠળ લાવવામાં આવશે.

આ સાથે બીજા એક નિર્ણયમાં સરકારે મહિલા સ્વયંસેવી સદસ્યોને વીમા કવચ પુરૂ પાડવાનાં ઉદ્દેશ્યથી જનશ્રી વીમા યોજના અંતર્ગત આવરી લીધા છે. તેના માટે સરકારે રૂ.500 કરોડ ની ફાળવણી કરી છે.

આ નિર્ણયથી મૃત્યુ અથવા સ્થાયી રીતે અપંગ થયેલા મહિલા સ્વયંસેવીને વીમાનું કવચ મળશે. તેમજ દરેક સદસ્યે વાર્ષિક રૂ. 100નું પ્રીમીયમ ભરવું પડશે. જ્યારે બાકીનાં 50 ટકા પ્રીમીયમ કેન્દ્ર ભોગવશે. આ યોજનાથી અઢી લાખ મહિલા સ્વયંસેવી સંગઠનોને આવરી લેવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો