ગોવાનાં મૈગોસ કિલ્લાને ટુરીસ્ટ પ્લેસ બનાવાશે

ભાષા

બુધવાર, 16 જુલાઈ 2008 (18:04 IST)
ગોવાનાં સૌથી જુના કિલ્લા એવા મૈગોસનાં કિલ્લાને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે. તેના સમારકામ માટે બધી તૈયારીઓ પણ પુરી કરી દેવામાં આવી છે. આ કામમાં બ્રિટનનું એક ટ્રસ્ટ પણ મદદ કરશે.

પ્રાચીન કિલ્લાના સમારકામ તથા આધુનિકકરણનો પ્લાન જાણીતા આર્કીટેક ગેરાલ્ડ ડી ક્યુન્હાએ તૈયાર કર્યો છે. તેમનું કહેવું છે કે કિલ્લાનું સૌદર્યકરણનું કામ બ્રિટનનાં લેડી હેલેન હમલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર યોજના આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જશે.

પહાડી વિસ્તારમાં સ્થિત રીસ મૈગોસ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં તત્કાલિન શાસક આદીલ શાહે કર્યુ હતું. પર્વતની ટોચથી માંડવી નદી અને રાજધાની પણજીનાં વિહંગાવલોકન કરી શકાય છે.

તેમણે ઉમેર્યુ હતું કે મૈગોસનો કિલ્લો રાજ્યનો પહેલો કિલ્લો હતો, જેનો સાંસ્કૃતિક હેતુ માટે જીર્ણોધ્ધાર કરવામાં આવશે. રાજ્યનાં ઈતિહાસકાર પ્રાજલ સખરડાંડેનું કહેવું છે કે ગોવામાં આ પ્રકારનાં કેટલાય કિલ્લા છે, જેનો તાત્કાલિક જીર્ણોધ્ધાર કરવાની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો