ગુજરાત સરકારને સુપ્રિમ કોર્ટની નોટીસ

વાર્તા

શુક્રવાર, 31 ઑગસ્ટ 2007 (14:54 IST)
નવી દિલ્હી (વાર્તા) સુપ્રિમ કોર્ટે ગોધરા કાંડ બાદ થયેલા કોમી હુલ્લડોમાં 21 લોકોની હત્યાની સીબીઆઇ તપાસ અરજી પર શુક્રવારે ગુ જરાત સરકારે નોટીસ જાહેર કરી છે. તેમની લાશો 2005માં કબરમાંથી નિકાળવામાં આવી હતી.

ન્યાયમૂર્તિ બીએન અગ્રવાલની અધ્યક્ષતાવાળી પીઠે રાજ્ય સરકાર અને સીબીઆઇ પાસે ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

2002માં મૃત્યું પામેલા 21 લોકોની લાશ 2005માં ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાડરવાડામાંથી નિકાળવામાં આવી હતી. આ લાશો માંથી આઠના ડીએનએનું મેળાપ તેમના પરિજનો સાથેના ડીએનએ સાથે થયો હતો.

વેબદુનિયા પર વાંચો