ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી

શુક્રવાર, 2 મે 2008 (11:11 IST)
મુંબઇ. 1લી મે, 1960માં બૃહદ મુંબઈનાં ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજયો અસ્તિત્વમાં આવ્યા હતાં. અને મુંબઇ જિલ્લો મહારાષ્ટ્રમાં સમાવવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતી ભાષાકીય પ્રદેશ એવા રાજયને ગુજરાત નામ આપવામાં આવ્યું હતું. ગઇકાલે આ બન્ને રાજયો ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.

ગુજરાત સરકારે આ ઉજવણી તેના અમરેલી જિલ્લા કરી હતી અને અમરેલી જિલ્લાને પ્રથમ ઇ-ગ્રામ જિલ્લો બનાવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખે મહારાષ્ટ્ર સ્થાપના દિને મરાઠી માણુસોને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખે મરાઠી માણુસોને એક સંદેશમાં દેશ વિદેશમાં રહતાં મરાઠી પ્રજાને રાજય અને દેશનાં વિકાસ માટે આગળ આવવા કહ્યું હતું.

જ્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 49માં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી અમરેલીમાં મનાવી હતી. અમરેલીમાં યોજાયેલ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીની મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિકાસકીય કાર્યક્રમો યોજયા હતા અને તેમાં ભાગ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો