ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત 16મી એ દિલ્હીથી થશે

બુધવાર, 14 મે 2014 (15:44 IST)
ગાંધીનગર ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીએ ડાયસ પર અન્ય કોઈ કેબિનેટ મિનિસ્ટરને ન બેસાડતા માત્ર વનમંત્રી ગણપત વસાવાને સ્થાન આપ્યું હતું. રાજકીય વિશ્લેશકો આનો અર્થ એમ સમજી છે કે, રાજયના નવા મુખ્યમંત્રી પદે ગણપત વસાવાની પસંદગી થશે એવો ઈશારો મુખ્યમંત્રીએ આપ્યો હોવાનું મનાય છે.

દેશનું સુકાન એનડીએ અને ભાજપના નેતૃત્વવાળી સરકારના હાથમાં જશે અવું એકિઝટ પોલના તારણો જણાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી દેશનું વડાપ્રધાનપદનું સુકાન સંભાળશે એવા તારણો સ્પષ્ટ થતાં દેખાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની ધારણાઓએ વેગ પકડયો છે. બે દિવસથી ઘણાનામો ચર્ચાવા પામ્યા છે.

જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી પદે મહેસુલમંત્રી અાનંદીબેન પટેલનું નામ લગભગ નિશ્ચિત છે પરંતુ એકાઅેક કેટલાક કદાવર નેતાઓનું નામ પણ મુખ્યમંત્રી પદની દોડમાં પડાદા પાછળથી આગળ આવતા આખરે નિર્ણય ભાજપ હાઈકમાન્ડ પર છોડી દેવાયો છે. અને ચૂંટણી પરિણામના દિવસે તા. 16મી મે ના રોજ સાંજે 4.00 કલાકે મળનારી ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે  ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની સેન્સ લેવાશે તેવી અટકળો વહેતી થઈ હતી. પરંતુ ગુજરાત ભાજપ પ્રવકતા અને રાજયસભાની ભૂતપૂર્વ સભ્ય વિજય રૃપાણીએ એવી ભારપૂર્વક સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે તેની ચર્ચા 16મી મેના રોજ જાહેર થનાર પરિણામ પછી જ થશે. અને ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થતા મુજબ જ તેની જાહેરાત કરાશે.

આયોજીત બેઠકમાં નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે યોજાયેલ ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીએ ડાયસ પર અન્ય કોઈ કેબિનેટ મિનિસ્ટરને ન બેસાડતા માત્ર વનમંત્રી ગણપત વસાવાને સ્થાન આપ્યું હતું. રાજકીય વિશ્લેશકો આનો અર્થ એમ સમજી છે કે, રાજયના નવા મુખ્યમંત્રી પદે ગણપત વસાવાની પસંદગી થશે એવો ઈશારો મુખ્યમંત્રીએ આપ્યો હોવાનું મનાય છે.

 

વેબદુનિયા પર વાંચો