ગુજરાતના તોફાનો ઉપર વધુ એક ફિલ્મ "ફિરાક"

ભાષા

બુધવાર, 16 જુલાઈ 2008 (18:21 IST)
જાણીતી અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નંદીતા દાસ ગુજરાતમાં થયેલા કોમી તોફાનોને લઈને એક હિન્દી ફિલ્મ બનાવી રહી છે. જેમાં તોફાનમાં ગાયબ થઈ ગયેલા પાંચ જેટલાં લોકોની વાર્તાને વણી લેવામાં આવી છે.

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી તોફાનોમાંને લઈને વધુ એક ફિલ્મ બની રહી છે. આ વખતે આ ફિલ્મ જાણીતી અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નંદીતા દાસ બનાવી રહી છે. ફિરાક નામની આ ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રીલીઝ થશે. તેમજ ફિરાક ફિલ્મથી નંદિતા દાસ ડાયરેક્ટર તરીકે પોતાની કારકીર્દી પણ શરૂ કરશે.

આ ફિલ્મમાં દર્શાવામાં આવ્યું છે કે કેવી રીતે ડર અને પૂર્વગ્રહ આપણાં મગજમાં ઘુસી ગયા છે. ફિરાકનો અર્થ શોધ અને છુટા પડવું એમ થાય છે. નંદિતા દાસે આ ફિલ્મથી કેટલાંક સવાલો પૂછ્યાં છે, જેના જવાબ મેળવવા અઘરા છે.

વેબદુનિયા પર વાંચો