ગાંધીજી પર ધારાવાહિક બનશે

વેબ દુનિયા

સોમવાર, 29 સપ્ટેમ્બર 2008 (15:01 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં જીવનનાં જુદા જુદા પાસાઓને રજુ કરતી ઘણી ફિલ્મો બની ચુકી છે. પણ હવે એક ટીવી સીરીયલ તૈયાર થઈ રહી છે. આ સીરીયલ અંગ્રેજી અને હિન્દીમાં એકસાથે બનશે.

આ સીરીયલનું નિર્દેશન દેવેન્દ્ર ખંડેલવાલ કરશે. આ સીરીયલનાં 26 હપ્તા બની ચુક્યાં છે. અને, બીબીસી પર તેનું અંગ્રેજી વર્ઝન દર્શાવવામાં આવશે. મહાત્મા ગાંધીની ભૂમિકા માટે 60 વર્ષીય અભિનેતા ડૉક્ટર સૂરજની પસંદગી કરવામાં આવી છે.

ખંડેલવાલનાં જણાવ્યામુજબ આ ધારાવાહિક પર છેલ્લાં પાંચ વર્ષથી કામ ચાલતું હતું. દરમિયાન નાગપુરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ ગાંધી પેનોરમાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા દેશોમાં ગાંધી ઉપર બનેલી ફિલ્મો દર્શાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો