ખ્રિસ્તી પરનાં હુમલાથી ઈટાલીને ચિંતા!

વાર્તા

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2008 (16:23 IST)
ઈટાલીનાં વિદેશ મંત્રાલયે ભારતીય રાજદૂતને બોલાવીને ભારતમાં ખ્રિસ્તીઓ પર થઈ રહેલી હિંસા અંગે ચિંતા જતાવી છે. ઓરીસ્સામાં થયેલી હિંસામાં અત્યારસુધીમાં 14 લોકોનાં મોત થઈ ચુક્યાં છે.

વિદેશ મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યામુજબ ભારતીય રાજદૂત શાહીદ ખાનને ઈટાલીની સરકાર તરફથી એવું જણાવાયું હતું કે ખ્રિસ્તી વિરોધી હિંસાથી તેમને ચિંતા છે. અને, ઈટાલીની સરકારને આશા છે કે આ હિંસા જલ્દી બંધ થઈ જશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ ભારતનાં હિન્દુઓએ ચાર ખ્રિસ્તીઓનાં ચર્ચોમાં આગ લગાવી હતી. આ હિંસા હિન્દુ નેતાની હત્યા બાદ વધુ ભડકી હતી.

વેબદુનિયા પર વાંચો