ખુબ જ ઉત્સાહપૂર્વક હોળી ઉજવણી

ભાષા

રવિવાર, 23 માર્ચ 2008 (11:04 IST)
નવી દિલ્હી. હોળીના રંગે ગઈ કાલે દેશના વિભિન્ન ભાગોમાં લોકોને રંગ આપ્યો હતો જેમાં રાજનેતાથી લઈને સામનય જનતા સુધી બધાએ ભાગ લીધો હતો. પરંતુ આ સમયે થોડીક અપ્રિય ઘટનાઓ પણ ઘટી હતી.

દેશની રાજધાનીમાં પ્રધાનમંત્રી મનમોહસિંહે શાંતિથી પોતાના ઘરની અંદર હોળી ઉજવી હતી તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધી ભાજપા નેતા અટલ બિહારી બાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના આવાસ સ્થળે રંગોત્સવની અંદર લોકોએ મસ્તીથી હોળી રમી અને લાલૂ પ્રસાદે પટનામાં કપડા ફાડીને હોળીનો આનંદ લીધો હતો.

બોલીવુડના સ્ટારે પણ હોળીનો ખુબ જ આનંદ લીધો હતો. પરંતુ આ વખતે અમિતાભના બંગલા પર આયોજન કરવામાં આવ્યું ન હતું કેમકે આ વર્ષે તેમની માતા તેજી બચ્ચનનું દેહાંત થયું હતું. મુંબઈના પશ્ચિમોત્તર વિસ્તારમાં ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બોલીવુડના સિતારાઓએ નાચી ગાઈને હોળીનો આનંદ ઉઠાવ્યો હતો.

દેશની અંદર હોળી ઉજવાઈ રહી હતી તે દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત સાત લોકોનાં મૃત્યું થયાં હતાં અને 28 અન્ય લોકો ઘાયલ થયાં હતાં.

વેબદુનિયા પર વાંચો