કોણ છે અરવિંદ કેજરીવાલ ? જાણો તેમનો જીવન સંઘર્ષ

સોમવાર, 23 ડિસેમ્બર 2013 (14:57 IST)
P.R
પૈંટ સાથે બહાર કરીને પહેરેલ અડધા બાંયની ઢીલી શર્ટ, કાળી મૂંછોવાળા એક નાના કદના સાધારણ દેખાતો માણસ. જે ક્યારેક ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ પર જમીન પર સૂતો જોવા મળતો તો ક્યારેક ઓટો માટે રસ્તા પર રાહ જોતો.

એક એવુ વ્યક્તિત્વ, જેની ભીડમાં કોઈ ઓળખ નથી. લોકો 45 વર્ષના એક વ્યક્તિને અરવિંદ કેજરીવાલના નામે ઓળખવામાં આવે છે. જે ક્યારેક ઈંકમ ટેક્સ વિભાગમાં અધિકારી હતો. પણ સાધારણ કદના આ માણસ ક્યારે દિલ્હીની સૌથી તાકતવર ખુરશીનો દાવેદાર બની ગયો એ બાકી પાર્ટીઓને જાણ પણ ન થઈ.

હરિયાણાના ભિવાની જીલ્લામાં સીવાની મંડીમાં 16 જૂન 1968ના રોજ ગોવિંદ રામ કેજરીવાલ અને ગીતા દેવીના ઘરે જન્માષ્ટમીના દિવસે અરવિંદનો જન્મ થયો અને તેથે ઘરના લોકોને તેને પ્રેમથી કિશન કહીને પણ બોલાવે છે. હિસારથી જ અરવિંદે પોતાની હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. તેણે 1989માં આઈઆઈટી ખડગપુરથી યાંત્રિક અભિયાંત્રિકીમાં સ્નાકતની ઉપાધિ પ્રાપ્ત કરી.

યૂપીએસસીમાં ઈંટરવ્યુ આપતા પહેલા અરવિંદ કેજરીવાલ કલકત્તા ગયા હતા. કલકત્તામાં તેમની મુલાકાત મદર ટેરેસા સાથે થઈ. અરવિંદે કાલીઘાટ પર કામ કર્યુ અને કદાચ અહીથી જ તેમને બીજા માટે જીવવાનું લક્ષ્ય મળ્યુ. 1995માં અરવિંદ ઈંડિયન રેવેન્યૂ સર્વિસના માટે પસંદ થયા હતા.

ટ્રેનિંગ પછી દિલ્હીમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંંટમાં આસિસ્ટેંટ કમિશ્નર બન્યા. પણ અહી પણ તેમણે ખુદને માટે નિયમો બનાવ્યા. તે નિયમ હતા. ખુદનુ ટેબલ જાતે સાફ કરવુ, ડસ્ટબિનની ગંદકી જાતે હટાવવી, કોઈ કામ માટે ચપરાસીનો ઉપયોગ ન કરવો. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટમાં નોકરી કરતા સમયે જ કેજરીવાલે ડિપાર્ટમેંટમાં ભ્રષ્ટાચાર ઓછો કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વર્ષ 2000માં કેજરીવાલે પરિવર્તન નામની એક એનજીઓની શરૂઆત કરી. બેનર પોસ્ટર છપાવ્યા. જેના પર લખ્યુ હતુ લાંચ ન આપો, કામ ન થાય તો અમારો સંપર્ક સાધો. પરિવર્તન દ્વારા તેમણે દેશભરમાં સૂચનાના અધિકારનુ અભિયાન ચલાવ્યુ. બિલ ભલે કેન્દ્ર સરકારે પાસ કર્યા હોય પણ લોકો વચ્ચે જઈને તેમને જાગૃત કરવાની જવાબદારી અરવિંદ અને તેના પરિવર્તને ઉઠાવી.

અરવિંદને 'રાઈટ ટૂ ઈંફરોમેશન' પર કામ માટે એશિયાનો નોબલ પુરસ્કાર કહેવાતો મેગ્નેસે એવોર્ડ પણ મળ્યો. પરિવર્તનની લડાઈનુ જ બીજુ પગલુ હતુ જનલોકપાલ. આ પ્રક્રિયા વધતી ગઈ અને કેજરીવાલે ફેબ્રુઆરી 2006માં નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ અને પૂર્ણ સમય ફક્ત પરિવર્તનમાં જ કામ કરવા લાગ્યા.

ત્યારબાદ દેશમાં શરૂ થયો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટુ આંદોલન. આંદોલનને જનસમર્થન તો પૂર્ણ મળ્યુ, પણ જનલોકપાલ બિલ ન બની શક્યુ. કેજરીવાલે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો. અહીથી અન્ના હજારે અને કેજરીવાલના રસ્તા અલગ થઈ ગયા. પણ કેજરીવાલ અન્ના વગર પણ આગળ વધતા ગયા.

26 નવેમ્બર 2012માં કેજરીવાલની આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવી. માત્ર એક વર્ષ પહેલા જન્મેલી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં રાજ કરી રહેલ કોંગ્રેસ અને બીજેપીને જોરદાર ટક્કર આપી નએ 28 સીટો પર જીત મેળવી.

વેબદુનિયા પર વાંચો