કોંગ્રેસ મુક્ત મહારાષ્ટ્ર માટે કામ કરે બીજેપી - મોદી

મંગળવાર, 22 જુલાઈ 2014 (11:00 IST)
. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટ્ણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે તેમણે વિશ્વાસ સાથે લોકો પાસે જવુ જોઈએ અને કોંગ્રેસ મુક્ત રાજ્ય માટે એક થઈને કામ કરવુ જોઈએ. 
 
પાર્ટી કાર્યકર્તાઓએ અહી સંબોધિત કરતા મોદીએ તાજેતરના લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે પહેલીવાર બિન કોંગ્રેસી સરકારને જનમત મળ્યુ છે. જેનાથી લોકોએ આશા જગાવી છે. તેમણે કહ્યુ કે પહેલીવાર બિન સરકારી કોંગ્રેસી સરકારને બહુમત મળ્યો છે. ભાજપા રોજ સરકારના શાસન સાચવ્યા બાદ લોકોને લાગી રહ્યુ છે કે દેશ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારતને લઈને આશા જાગી છે. 
 
એપ્રિલ-મે માં થયેલ લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભાજપાને ભારે બહુમત મળ્યુ હતુ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીને જીતના વિશ્વાસ સાથે આગળ વધવુ જોઈએ. ભાજપા કાર્યકર્તાઓને વિશ્વાસ બન્યો છે. તેમણે કહ્યુ કે બધા કાર્યકર્તાઓને કોંગ્રેસ મુક્ત મહારાષ્ટ્ર માટે એકજૂટ થવુ જોઈએ. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂટણી ઓક્ટોબરમાં થયો છે.  
 
રાજ્ય ભાજપાના અધ્યક્ષ દેવેન્દ્ર ફડણવિસે પાર્ટી કાર્યકર્તાઓ સાથે મોદીની વાર્તાલાપ વિશે કહ્યુ કે તેઓ આવ્યા અને બોલ્યા તેમણે જીતી લીધુ. રાજ્ય ભાજપાના એક પ્રવક્તાએ બેઠક પછી કહ્યુ કે મોદીએ પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર ચર્ચા કરી. તેમણે કેન્દ્રમાં ભાજપા નીત સરકારના કામકાજ વિશે અમારો વિચાર પણ જાણવા માંગ્યો. પ્રવક્તાએ કહ્યુ કે તેઓ ઈચ્છતા હતા કે અંતિમ પંક્તિમાં બેસેલા લોકો આગળ આવે અને વાર્તાલાપમાં ભાગ લે. 

વેબદુનિયા પર વાંચો