કોંગ્રેસે વિકિલીક્સના આરોપોને બકવાસ ગણાવ્યો

સોમવાર, 8 એપ્રિલ 2013 (18:13 IST)
P.R
એક અંગ્રેજી અખબારે વિકિલીક્સના હવાલાથી એક મોટો ખુલાસો કર્યો છે. આ ખુલાસા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સાથે સંકળાયેલ છે. આ ખુલાસો એ સમયનો છે જ્યારે રાજીવ ગાંધી ઈંડિયન એયરલાઈંસમાં પાયલોટ હતા. કોંગ્રેસે સોમવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અંગે કરવામાં આવેલા વિકિલીક્સના ખુલાસાને બકવાસ ગણાવી નકારી કાઢ્યો છે. વિકિલીક્સે અમેરીકાના ગુપ્ત સંદેશાઓના હવાલાથી કહ્યુ છે કે રાજીવ ગાંધીએ સ્વીડનના જેટ વિમાનોના એક સોદામાં સંભવિતપણે શસ્ત્રોના એજન્ટ તરીકે કામ કર્યુ.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જનાર્દન દ્વિવેદીએ કહ્યુ હતુ કે વિકિલીક્સના રિપોર્ટનો કોઈ આધાર નથી. જે આરોપો લગાવાયા છે તે સંપુર્ણપણે મનફાવે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

આ સાથે કોંગ્રેસી નેતાએ એ મીડિયાની પણ ટીકા કરી હતી જેમણે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. કોંગ્રેસી નેતાએ કહ્યુ હતુ કે એ દુઃખનો વિષય છે કે વિશ્વસનીય મીડિયાનો એક સમૂહ ગાંધી પરિવાર અંગે સવાલો ઉઠાવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો