કોંગ્રેસની કુલ બેઠકો જેટલી બેઠકો ભાજપે માત્ર એક જ રાજ્ય㊨માં મેળવી લીધી

સોમવાર, 9 ડિસેમ્બર 2013 (11:53 IST)
P.R
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમામ ચારે રાજ્યો માં કોંગ્રેસે જે સીટો જીતી છે તેટલી સીટ તેમની પાર્ટી ભાજપે એકમાત્ર જ કબ્જે, કરી લીધી છે.

મોદીએ ટ્વીટર પર કહ્યું હતું કે, કોંગ્રેસની કુલ બેઠકો જેટલી બેઠકો ભાજપે માત્ર એક જ રાજ્ય㊨માં મેળવી લીધી છે. મધ્યવપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હી માં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. મોદી આજે સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યાી હતા. આ ચુંટણીમાં ભાજપના દેખાવને શાનદાર દેખાવ તરીકે ગણાવીને તેઓએ રાજનાથસિંહ,પક્ષના નેતાઓ અને કાર્યકરોની કામગીરીને આના માટે જવાબદાર ઠેરવી હતી. અગાઉ રાજનાથસિંહ ઉપરાંત જેટલી અને ગોપીનાથ મુંડેએ શાનદાર જીત બદલ મોદીને ક્રેડીટ આપી હતી.

વેબદુનિયા પર વાંચો